શ્રી નીરજ ચોક્સી અને શ્રી જીજ્ઞેશ દેસાઈ (જમણી બાજુએ), બંને ફર્સ્ટ જનરેશન બિઝનેસમેન છે, જેમણે 1994માં 'NJ'ની શાનદાર યાત્રા શરૂ કરી હતી. ઘરેથી કામ કરવાની નમ્ર શરૂઆત કર્યા પછી, જેમ જેમ સમય પસાર થયો, સંસ્થાપકોએ સફળતાપૂર્વક ગ્રુપને અનેક બિઝનેસો તરફ સફળતાપૂર્વક આગળ વધાર્યો.
બન્ને સંસ્થાપકો સામાન્ય લોકો સુધી ફાઇનેંશિયલ ઇન્ક્લૂઝન (સમાવેશન) પહોંચાડવા અને સારી ફાઇનેંશિયલ સ્વાસ્થ્યના માધ્યમથી તેમના જીવનને સમૃદ્ધ બનાવવાનો અવસર પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. સાથે-સાથે, ઉદ્યોગના લક્ષ્યને આગળ વધારવામાં અને રોકાણકારોના હિતોને પ્રોત્સાહિત કરવામાં પણ સક્રિય રીતે પ્રયત્નશીલ છે. પ્રમોટરો ગ્રુપના શિક્ષણ અને પ્રશિક્ષણની પહેલો (initiatives) દ્વારા સમાજની સમૃદ્ધિ માટે પણ તેમનું યોગદાન આપે છે.
NJ ગ્રુપ ભારતીય ફાઇનેંશિયલ સર્વિસેસ ઉદ્યોગમાં અગ્રણી છે. NJ ની યાત્રા 1994 માં, NJ ઇંડિયા ઇન્વેસ્ટ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના સાથે શરૂ થઈ હતી, જે રોકાણ ક્ષેત્રે રોકાણકારોની જરૂરિયાતો પૂરી કરવા માટે એક અગ્રણી કંપની છે. આ યાત્રા NJ વેલ્થ સાથે ચાલુ રહી, જે આજે ભારતમાં સૌથી મોટા ફાઇનેંશિયલ પ્રોડક્ટ્સનો ડિસ્ટ્રીબ્યૂટર્સમાંનું એક છે.
વર્ષોથી, NJ ગ્રૂપે અન્ય વ્યવસાયોમાં પણ વિસ્તરણ કર્યું છે અને આજે એસેટ મેનેજમેંટ, વીમા બ્રોકિંગ, ગ્રાહક ધિરાણ અને ઑફશોર ફંડ્સમાં ફાઇનેંશિયલ સર્વિસેસ ઉદ્યોગમાં હાજરી ધરાવે છે.
ફાઇનેંશિયલ સર્વિસેસ ઉપરાંત, NJ ગ્રૂપે એસેટ મેનેજમેંટ, વીમા બ્રોકિંગ, NBFC, તાલીમ અને વિકાસ, ટેક્નોલૉજી અને FMCG જેવા વિવિધ ઉદ્યોગોમાં પણ તેનો વ્યાપાર વિસ્તાર્યો છે. NJ ગ્રુપ તેના NJ ચેરિટેબલ ફાઉંડેશન દ્વારા વંચિત બાળકોના શિક્ષણ અને માર્ગદર્શન માટે પણ યોગદાન આપી રહ્યું છે.
'ટ્રસ્ટ' એ NJ ગ્રુપનું કેન્દ્રિય મૂલ્ય છે અને તેથી જ અમે તમામ હિતધારકો સાથે વિશ્વાસ બનાવવા માટે સખત મહેનત કરીએ છીએ.
અમને 'વિશ્વાસ આધારિત' હોવાનો ગર્વ છે.