આ ઉપયોગની શરતો ("યૂઝર એગ્રીમેંટ") NJ ફાઇનેંશિયલ સર્વિસેસ પ્રાઈવેટ લિમિટેડ ("NJ" અથવા "કંપની") ની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન ("પ્લેટફૉર્મ")ની તમારી એક્સેસ અને ઉપયોગને સંચાલિત કરતા નિયમો અને શરતો નક્કી કરે છે. પ્લેટફૉર્મને એક્સેસ કરીને અથવા તેનો ઉપયોગ કરીને, તમે આ યૂઝર એગ્રીમેંટ અને કંપનીની ગોપનીયતા નીતિમાં દર્શાવ્યા મુજબ તમારી માહિતીના સંગ્રહ અને ઉપયોગથી બંધાયેલા રહેવા માટે સંમત થાઓ છો. જો તમે આ યૂઝર એગ્રીમેંટની કોઈપણ શરતો સાથે સંમત નથી, તો તમે આ વેબસાઇટને એક્સેસ કે તેનો ઉપયોગ કરી શકશો નહીં. તમે આ વેબસાઇટનો ઉપયોગ ફક્ત કાયદેસર રીતે કાયદેસરના હેતુઓ માટે જ કરી શકો છો.
અર્થઘટન (ઇંટરપ્રિટેશન)
“તેના”, “તેમના”, “તમે”, “તમારું”, “ક્લાઇંટ”, “યૂઝર”, “રોકાણકાર”, “સબ્સ્ક્રાઇબર” અને “ગ્રાહકો” એવા શબ્દો છે જેઓ કંપનીમાંથી પ્રોડક્ટ્સ અને સર્વિસેસનો ઉપયોગ કરે છે અથવા ફાયદાઓ મેળવે છે અને તેમાં એકવચન અને બહુવચન બંનેનો સમાવેશ થશે. બધા શીર્ષકો, બોલ્ડ અને ત્રાંસી અક્ષરો એટલે ઇટૈલિક્સ (જો કોઈ હોય તો) માત્ર સગવડ માટે ઉમેરવામાં આવ્યા છે અને અહીંના નિયમો અને શરતોની વ્યાખ્યા, સીમા અથવા અર્થને અસર કરવાના હેતુથી નથી.
પ્લેટફૉર્મ અને સર્વિસેસની તમારી એક્સેસ અને ઉપયોગ સૂચવે છે કે તમે આ યૂઝર એગ્રીમેંટ દ્વારા બંધાયેલા રહેવા માટે સંમત છો, જે તમારી અને કંપની વચ્ચે કાનૂની કરાર સંબંધ સ્થાપિત કરે છે. જો તમે આ યૂઝર એગ્રીમેંટ સાથે સંમત ન થાઓ, તો તમે પ્લેટફૉર્મ અથવા સર્વિસેસનો એક્સેસ પ્રાપ્ત કરી શકતા નથી અથવા તેનો ઉપયોગ કરી શકતા નથી અને તમારે તરત જ સર્વિસેસ સમાપ્ત કરવી પડશે. શંકાના નિવારણ માટે, તે સ્પષ્ટ કરવામાં આવે છે કે આ યૂઝર એગ્રીમેંટ કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સર્વિસેસ પર લાગુ થશે.
આ યૂઝર એગ્રીમેંટ કંપનીની ગોપનીયતા નીતિ અને અન્ય દસ્તાવેજો સાથે વાંચવો જોઈએ જે કોઈ વિશેષ સર્વિસ, પરિસ્થિતિ, સંજોગો અથવા ટ્રાંઝેક્શન પર લાગુ થઈ શકે છે.
વેબસાઇટનો ઉપયોગ આ યૂઝર એગ્રીમેંટ સાથેનો તમારી સંમતિ ને સૂચવે છે; જો કે, અમે તમને ભારપૂર્વક સલાહ આપીએ છીએ કે વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખતા પહેલા આ શરતોને કાળજીપૂર્વક વાંચો.
Fઆ દસ્તાવેજ વધુ સ્પષ્ટતા માટે ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજી એક્ટ, 2000 ("IT એક્ટ") અને તેમાં સમયાંતરે કરવામાં આવેલ સુધારાઓ તથા તેના આધારે બનાવાયેલા નિયમો હેઠળ એક ઇલેક્ટ્રૉનિક રેકોર્ડ છે. IT અધિનિયમ દ્વારા વિવિધ કાયદાઓમાં કરાયેલા સુધારાઓ અનુસાર, આ દસ્તાવેજ ઇલેક્ટ્રૉનિક રેકોર્ડ્સ માટે લાગુ પડતા સુધારિત જોગવાઈઓ હેઠળ આવે છે.
ઉપયોગ
તમે પ્લેટફૉર્મ દ્વારા ઉપલબ્ધ પ્રોડક્ટ્સ અને સર્વિસેસને બ્રાઉઝ, ચેક અને મેળવી શકો છો. સંબંધિત ઉત્પાદક અથવા સેવા પ્રદાતા દ્વારા તેની વેબસાઇટ પર પ્રદાન કરવામાં આવેલ પ્રોડક્ટ્સ અને સર્વિસેસ માટે નિર્ધારિત કરવામાં આવેલ પ્રોડક્ટ્સ અને સર્વિસેસ પર વિશિષ્ટ નિયમો અને શરતો લાગુ થશે. કોઈપણ લોન પ્રોડક્ટ માટે તમારી યોગ્યતા ધિરાણકર્તા (લેંડર) દ્વારા નક્કી કરવામાં આવશે.
તમે સંમત થાઓ છો કે NJ, તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી, તેના ગ્રુપની સંસ્થાઓ, વેપારીઓ, વિક્રેતાઓ, સેવા પ્રદાતાઓ, સબ-ડિસ્ટ્રીબ્યૂટર્સની સર્વિસેસનો ઉપયોગ પ્રોડક્ટ્સ અને સર્વિસેસનો સપ્લાય કરવા અથવા કોઈપણ માહિતીની સચોટતા ચકાસવા માટે કરી શકે છે. ઉપરાંત, NJ જ્યારે યોગ્ય માને ત્યારે આવશ્યક અથવા સહાયક એવા કાયદેસર કાર્યો, ક્રિયાઓ, બાબતો અને વસ્તુઓ માટે પણ આ સર્વિસેસનો ઉપયોગ કરી શકે છે.
યૂઝર એગ્રીમેંટમાં સુધારા અને ફેરફારો
કંપની કોઈપણ સમયે આ યૂઝર એગ્રીમેંટમાં સુધારો કરી શકે છે અને પ્લેટફૉર્મ પર તેનું અપડેટેડ વર્ઝન પોસ્ટ કરી શકે છે. યૂઝર એગ્રીમેંટનું અપડેટેડ વર્ઝન તરત જ પ્રભાવી થશે અને કોઈપણ અપડેટ્સ અથવા ફેરફારો વિશે માહિતગાર રહેવા માટે સમયાંતરે આ યૂઝર એગ્રીમેંટની સમીક્ષા કરવાની તમારી જવાબદારી છે. ફેરફારો પછી પ્લેટફૉર્મના તમારા સતત ઉપયોગ દ્વારા, તમે સુધારા સ્વીકાર્યા હોવાનું માનવામાં આવશે, જેમાં વધારાની શરતો અથવા આ યૂઝર એગ્રીમેંટના ભાગોને કાઢી નાખવા, ફેરફાર કરવા વગેરેનો સમાવેશ થઈ શકે છે. જ્યાં સુધી તમે આ યૂઝર એગ્રીમેંટનું પાલન કરો છો, ત્યાં સુધી અમે તમને પ્લેટફૉર્મનો ઉપયોગ કરવા અને સર્વિસેસનો લાભ લેવા માટે વ્યક્તિગત, ગૈર-વિશિષ્ટ, બિન-સ્થાનાંતરણીય, મર્યાદિત વિશેષાધિકાર આપીએ છીએ.
સોંપણી
તમે આ યૂઝર એગ્રીમેંટ હેઠળ તમને ઉપાર્જિત કરેલા કોઈપણ અધિકાર અથવા જવાબદારીને સોંપી અથવા સ્થાનાંતરિત કરશો નહીં, અને આવા અધિકારો અને જવાબદારીઓને સોંપવા અથવા સ્થાનાંતરિત કરવાનો તમારા દ્વારા કોઈપણ પ્રયાસ શૂન્ય અને અમાન્ય રહેશે. NJ, પોતાની તરફેણમાં ઉપાર્જિત કોઈપણ અધિકાર અથવા જવાબદારીઓને, સંપૂર્ણ વિવેકબુદ્ધિથી, કોઈપણ પ્રતિબંધ વિના સોંપી અથવા સ્થાનાંતરિત કરી શકે છે.
ગોપનીયતા નીતિ
કંપની યૂઝરના ડેટાને પોતાની ગોપનીયતા નીતિ મુજબ એકત્રિત, સંગ્રહિત, ઉપયોગ અને સ્થાનાંતરિત કરે છે. આ યૂઝર એગ્રીમેંટથી સહમતિ આપી, યૂઝર કંપનીની ગોપનીયતા નીતિને સ્વીકારે છે, જે સમયાંતરે કંપનીની વેબસાઇટ પર અપડેટ અને/અથવા સંશોધિત થઈ શકે છે.
વિવાદોનું નિરાકરણ/અધિકાર ક્ષેત્ર
પ્લેટફૉર્મનો ઉપયોગ અને આ યૂઝર એગ્રીમેંટની શરતો સંપૂર્ણ રીતે ભારતીય કાયદાઓ પર આધારિત છે અને તેને આધીન છે. યૂઝર આથી પ્લેટફૉર્મના ઉપયોગથી ઉદ્ભવતા અથવા તેનાથી સંબંધિત તમામ વિવાદોમાં સુરત, ગુજરાત, ભારતની અદાલતોના વિશિષ્ટ અધિકારક્ષેત્ર અને સ્થળ માટે સંમતિ આપે છે. જો કોઈ અધિકાર ક્ષેત્રમાં આ યૂઝર એગ્રીમેંટની તમામ જોગવાઈઓ અમલમાં નથી આવી શકતી, તો તે અધિકાર ક્ષેત્રમાં પ્લેટફૉર્મનો ઉપયોગ ગેરકાયદેસર ગણાશે, જેમાં આ અનુચ્છેદ પણ સમ્મિલિત છે.
બૌદ્ધિક સંપત્તિ
વેબસાઇટ અને તેના પર ઉપલબ્ધ કોઈપણ સામગ્રી, તેમજ વેબસાઇટમાં સમાવિષ્ટ ડિઝાઇન અને માહિતી સંબંધિત તમામ હકો, શીર્ષક અને હિત (ઇંટરેસ્ટ) NJની વિશિષ્ટ સંપત્તિ છે, જ્યારે સુધી કે અન્યથા ન કહેવામાં આવ્યું હોય. NJ બધી બૌદ્ધિક સંપત્તિનો એકમાત્ર માલિક છે, જેમાં તમામ ટ્રેડમાર્ક, ચિહ્નો, લોગો, પ્રતિકો, કૉપીરાઇટ કરેલા કાર્ય, અહેવાલો, આકૃતિઓ, પેટંટ, ડિઝાઇન, પ્રોડક્ટ્સ, સર્વિસેસ અને વેબસાઇટો વગેરેમાં બનાવવામાં આવેલા અથવા રાખવામાં આવેલા હકો શામેલ છે. આમાં ડોમેન નામ, સોર્સ કોડ, ડેટાબેસ વગેરેનો પણ સમાવેશ થાય છે, અને તે માત્ર એટલાં સુધી મર્યાદિત નથી.
જવાબદારીની મર્યાદા
તમે સ્પષ્ટપણે સંમત થાઓ છો કે પ્લેટફૉર્મનો ઉપયોગ સંપૂર્ણ રીતે તમારા જોખમ પર છે. પ્લેટફૉર્મ પરની માહિતી અને સામગ્રીમાં ટાઇપોગ્રાફિકલ ભૂલો અથવા અસત્યતાઓ હોઈ શકે છે. આ પ્લેટફૉર્મ પરની માહિતી, પ્રોડક્ટ્સ અને સર્વિસેસ "જેમ છે, તમામ ખામીઓ સાથે", "જ્યાં છે" અને "જ્યાં ઉપલબ્ધ છે" ના આધારે પ્રદાન કરવામાં આવે છે.
કોઈપણ સ્થિતિમાં, કંપની અને/અથવા તેની સંબંધિત સંસ્થાઓ કોઈપણ પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ, દંડાત્મક, સંયોગિક, વિશેષ અથવા અનુસંગી નુકસાન માટે જવાબદાર નહીં હોય, જે આ પ્લેટફૉર્મના ઉપયોગથી ઉદ્ભવે અથવા કોઈપણ રીતે સંબંધિત હોય. આમાં તમારા દ્વારા સબમિટ કરેલી જાણકારીના પરિણામે થતા નુકસાન, પ્લેટફૉર્મના ઉપયોગમાં વિલંબ અથવા અસક્ષમતા, પ્લેટફૉર્મ દ્વારા પ્રાપ્ત થયેલી કોઈપણ સામગ્રી, માહિતી, સૉફ્ટવેયર, પ્રોડક્ટ્સ, સુવિધાઓ અને સર્વિસેસથી સંબંધિત નુકસાન, અથવા અન્ય કોઈપણ કારણસર પ્લેટફૉર્મના ઉપયોગથી થતા નુકસાનનો સમાવેશ થાય છે. ભલે તે કરાર, નિહિત દાયિત્વ, કઠોર દાયિત્વ અથવા અન્ય કોઈપણ આધારે હોય, અને ભલે કંપની અથવા તેની કોઈપણ સંબંધિત સંસ્થાને આવા નુકસાનની શક્યતા અંગે અગાઉથી માહિતગાર કરવામાં આવી હોય.
આ યૂઝર એગ્રીમેંટ હેઠળ, તમે આ પ્લેટફૉર્મ પર થતી કોઈપણ ભૂલ અને/અથવા ચૂક ની તમામ જોખમોને સ્વીકારો છો, જેમાં માહિતીનો પ્રસારણ અથવા અનુવાદ પણ સમાવેશ થાય છે. તમે આ પ્લેટફૉર્મની સચોટતા અને યોગ્યતાને માન્ય રાખો છો અને તમારી આવશ્યકતાઓને પૂરી કરવા માટે જરૂરી પ્રક્રિયાઓ અને તપાસો અમલમાં મૂકવાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારો છો, જેમાં માહિતી પણ શામેલ છે. ઉપરાંત, તમે કોઈપણ ગુમ થયેલ ડેટાની પુનઃનિર્માણ અથવા પછીથી માહિતીમાં ફેરફાર અથવા વિશ્લેષણ માટે જરૂરી કોઈપણ સાધનો જાળવી રાખવાની જવાબદારી પણ સ્વીકારો છો, જેમ કે યૂઝર એગ્રીમેંટમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે.
ક્ષતિપૂર્તિ
તમે કંપની (એના અધિકારીઓ, નિદેશકો, કર્મચારીઓ, સહાયક કંપનીઓ, ઉત્તરાધિકારીઓ, મંજૂરધારકો, લાઇસંસદાતાઓ, જૂથ કંપનીઓ, એજંટો અથવા પ્રતિનિધિઓ સહિત) ને તમામ પ્રકારના દાવાઓ, નુકસાન, ક્રિયાઓ, હાનિ, દંડ, લાગત અને ખર્ચાઓ, માંગણીઓ, કેસો અને ન્યાયિક પ્રક્રિયાઓ સામે રક્ષણ આપશો, અને તેને સુરક્ષિત રાખશો, જે નીચેના કારણોસર થનારી અથવા સંબંધિત હોય: (a) તમારી વેબસાઇટની એક્સેસ અને તેનો ઉપયોગ, (b) યૂઝર દ્વારા અહીં આપેલી શરતો અને નિયમોનું ઉલ્લંઘન, અથવા (c) કોઈ તૃતીય પક્ષની ક્રિયાઓ, જે યૂઝર દ્વારા માહિતી મેળવવા અને ઉપયોગ કરવાથી સંબંધિત હોય, ભલે તે અધિકૃત હોય કે ગેરકાયદેસર. જો કોઈ અનુચ્છેદ અમાન્ય ઠરાવવામાં આવે, તો તે અલગ ગણાશે અને બાકી રહેલા ભાગની માન્યતા અથવા અમલ પર કોઈ અસર નહીં થાય. આ યૂઝર એગ્રીમેંટમાં ફેરફાર ફક્ત NJ દ્વારા લેખિત અને સહી કરાયેલા સ્વરૂપમાં જ થઈ શકે. જો NJ (પોતાના કે તેની સહાયક કંપનીઓના માધ્યમથી) આ યૂઝર એગ્રીમેંટની કોઈ જોગવાઈ અમલમાં મૂકવા માટે કાર્યવાહી કરે, જેમાં આ એગ્રીમેંટ હેઠળ કોઈ રકમની વસૂલીનો સમાવેશ થાય, તો NJ તમને (અને તમે સંમતિ આપો છો કે તમે ચૂકવશો) તમામ રકમો ઉપરાંત, જેનો તેને અધિકાર છે અથવા જે અન્ય કોઈ કાનૂની અથવા સમાન રાહત હેઠળ આવે છે, યોગ્ય અને જરૂરી વકીલ ફી અને કોઈ પણ કેસ સંબંધિત ખર્ચ વસૂલવાનો અધિકાર રાખે છે.
ટર્મિનશન
NJ કોઈપણ કારણોસર, કોઈપણ સમયે, નોટિસ વિના, પ્લેટફૉર્મ પરની તમારી એક્સેસને સમાપ્ત અથવા સસ્પેન્ડ કરી શકે છે, જેમાં આ યૂઝર એગ્રીમેંટના તમારા ઉલ્લંઘન સહિત પરંતુ તેના સુધી મર્યાદિત નથી.